ચાલ ને એક ફરી શરૂઆત કરીએ,
હવે, તું નહિ પણ તારી યાદો સાથે, ઘણું શીખવી ગયી છો. ,હા ! ચાલવાનું જરૂર શીખવી ગયી છો,
પણ મારે તારી સાથે દોડવું હતું, નાના છોકરા ની જેમ તારો હાથ પકડી ને ફરવું હતું, દુઃખો ઘણાંજ હતા પણ તારા આવવાથી લાગે આ એક તારા પ્રેમ થી ભરાયેલી દીવાલ પાછળ સંતાઈ ગયા હતા, અને હવે જ્યારે અચાનક તું ગયી છો ને, તો આ દુઃખ થી દુઃખ નથી થતું પણ તારા વિરહ નું દુઃખ શેહવા તું નથી, બસ ! માંગિયું હતું પ્રભુ પાસે કે બસ હવે આ સુખ ના છીનવિશ. પણ એ તો જાણે પરીક્ષા ની ઉપર પરીક્ષા જ લેવા માંગે છે.
સળગેલી સિગારેટ ની હર એક કસ માં પણ તું વસે છે જે નીકળે તો બહાર પણ સીધું જ હૈયા ને ઘા કરી જાય છે. યાદ આવે છે બધી જ પણ જાણે એ હવે બસ એક યાદ બની ને જ રહી જશે.
કેહવું ઘણું હતું તને પણ જાણે શબ્દો જ ખૂટી પડ્યા, હવે જ્યારે શબ્દો થી ભરાઈ ગયો છું તો તારા વિના અધૂરો રહી ગયો છું. માનું છું બઉ મુશ્કેલ છે તારી સાથે રહીને પણ તારી સાથે ન રેહવુ,અને હવે તો તને જોવાનો હક પણ ગુમાવી ચુક્યો છું. બધું જ છોડી ને બસ તારી સાથે રહવું હતું, પણ કદાચ ભગવાન ને કઈ બીજું જ મંજૂર હતું.
" તું ગયી છો ને તો હવે ચા પણ ફિકી લાગે છે."
" ચાલ ફરી જાણી ને અજાણ્યા બની ને રહી જઈએ. "
ચાલ ફરી એક નવી શરૂઆત કરીએ..... 💛

👌👌👌👌
ReplyDeleteAwesome blog
ReplyDeleteLiked Your Way of thinking ❣️❣️🤞🏻🤞🏻
ReplyDeleteThank you for sharing your expertise.
DeletePost a Comment